ઓડિશા રાજ્યની કટક સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ.ના વાઇસ ચેરમેન આરતી મોહન્તીની આગેવાની હેઠળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મેનેજરોની ટીમે તા. 18ના રોજ રાજકોટ જિલ્લા સહકારી બેંકની મુલાકાત લીધી હતી. ટીમે બેંકની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીનો અભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે બેંકના જનરલ મેનેજર-સીઇઓ વી.એમ. સખીયાએ બેંકની વિવિધ સેવાઓ અને કામગીરી અંગે ટીમને માહિતી આપી હતી.
કટક સેન્ટ્રલ કો-ઓપ. બેંકની ટીમે રાજકોટ જિલ્લા બેંકની મુખ્ય કચેરી ખાતે 24 કલાક, 365 દિવસ લોકર ઓપરેટિંગ સુવિધા તેમજ રાત્રિના 10 વાગ્યા સુધી દાગીના ધિરાણની સુવિધા નિહાળી હતી. આ સુવિધાઓથી પ્રભાવિત થઈ ટીમે રાજકોટ જિલ્લા બેંકની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.










