રક્ષાબંધન-જન્માષ્ટમીમાં STની ધમધમતી સેવા! રાજ્યભરમાં 9,500થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ દોડશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રક્ષાબંધને 6,500 અને જન્માષ્ટમીએ 3,000 જેટલી વધારાની ટ્રીપ : રાજકોટ સહિત અનેક શહેરોથી ધાર્મિક સ્થળો માટે વિશેષ વ્યવસ્થા

રાજકોટ: રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નજીક આવતાં રાજ્યમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધન દરમિયાન રાજ્યભરમાં અંદાજે 6,500 એક્સ્ટ્રા ટ્રીપો, જ્યારે જન્માષ્ટમી દરમિયાન આશરે 3,000 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રક્ષાબંધને 6,500 એક્સ્ટ્રા ટ્રીપ

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2026 દરમિયાન મુસાફરોના ટ્રાફિક પ્રમાણે રાજ્યભરમાં અંદાજે 6,500 વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.

અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ સહિતના મુખ્ય સ્થળોએથી પાવાગઢ, પોરબંદર, વલસાડ, સુરત, રાજકોટ અને જૂનાગઢ જેવા શહેરો માટે વધારાની બસો દોડાવવામાં આવશે.

ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિયમિત બસ સેવા ઉપરાંત 6,402 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવીને અંદાજે 3.33 લાખ મુસાફરોને પરિવહન સેવા આપવામાં આવી હતી.

જન્માષ્ટમીમાં પણ વિશેષ બસો

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2026 સુધી રાજ્યભરમાં આશરે 3,000 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાનું આયોજન છે.

અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, પાલનપુર અને મહેસાણા સહિતના સ્થળોએથી દ્વારકા, ડાકોર, માધવપુર અને શામળાજી જેવા મહત્વના ધાર્મિક સ્થળો માટે વધારાની બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન નિયમિત સેવા ઉપરાંત 2,840 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવીને આશરે 1.43 લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી.

તહેવારો દરમિયાન મુસાફરોને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તથા વધતા ટ્રાફિકના ભારણને પહોંચી વળવા એસ.ટી. નિગમ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai