ફેસબુક પર ‘Quantum AI’ની જાહેરાત જોઈ લાખોની કમાણીની લાલચ, અમદાવાદના નિવૃત્ત આર્મીમેન સાથે ₹46.92 લાખની છેતરપિંડી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ: ફેસબુક પર શેરબજાર અને ઓનલાઈન ટ્રેડિંગ મારફતે લાખોની કમાણીની લાલચ આપતી જાહેરાત જોઈ અમદાવાદના એક નિવૃત્ત આર્મીમેન સાઇબર ઠગોના સકંજામાં ફસાયા હતા. ગઠિયાઓએ ખોટી વેબસાઇટ અને ફેક એકાઉન્ટ મેનેજરનો ઉપયોગ કરી તેમની પાસેથી કરોડો નહીં પરંતુ લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે નિવૃત્ત સૈનિકે સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં રહેતા 48 વર્ષીય જનકસિંહ સબળસિંહ ઝાલા લશ્કરી ઇજનેરી સેવા (MES)માં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમને ફેસબુક પર ‘Quantum AI’ નામની જાહેરાત જોવા મળી હતી. જાહેરાતમાં માત્ર ₹22,000નું રોકાણ કરીને દર મહિને આશરે ₹3.50 લાખની આવક મેળવવાની લાલચ આપવામાં આવી હતી. જાહેરાત પર ક્લિક કરી પોતાની વિગતો ભર્યા બાદ ઠગોએ તેમનો સંપર્ક કર્યો હતો.

ફેક વેબસાઇટ બનાવી ટ્રેડિંગના નામે ઠગાઈ

જનકસિંહનો સત્યાકુમાર, નાદીર અને સબુર નામના શખ્સોએ ફોન પર સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પોતાને નિષ્ણાત એકાઉન્ટ મેનેજર તરીકે ઓળખાવી bxbmarkets.com નામની બોગસ વેબસાઇટ પર તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ત્યારબાદ સોનું, ચાંદી અને ક્રૂડ ઓઇલ જેવી કોમોડિટીમાં ઓનલાઈન ટ્રેડિંગની ટીપ્સ આપી વિશ્વાસ કેળવ્યો હતો. શરૂઆતમાં ફેક વેબસાઇટ પર ખોટો નફો દર્શાવીને વધુ રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. આ રીતે UPI અને RTGS મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹70,82,571.80 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

નફાના બદલે નુકસાન બતાવી નાણાં પરત આપવાનો ઇનકાર

મોટી રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ ફેક વેબસાઇટ પર નફાના બદલે સતત મોટું નુકસાન બતાવવાનું શરૂ કર્યું હતું. જનકસિંહે પોતાના રોકાણના નાણાં પરત માંગતા આરોપીઓએ માત્ર ₹23,89,950 પરત કર્યા હતા.

બાકીની ₹46,92,621.80 રકમ પરત મેળવવા માટે વધુ રોકાણ કરવાની શરત મૂકવામાં આવી હતી. સમગ્ર મામલો સાઇબર છેતરપિંડીનો હોવાનું સમજાતા જનકસિંહે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai