સુરેન્દ્રનગર SOGની મોટી સફળતા : વઢવાણ ચોરી કેસમાં એક વર્ષથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કોન્સ્ટેબલ વિશાલ જોષીની બાતમીના આધારે સંતોષીનગર-રેલનગરમાંથી ઝડપી પાડ્યો : આરોપીને વધુ તપાસ માટે વઢવાણ પોલીસને સોંપાયો

સુરેન્દ્રનગર: જિલ્લામાં મિલકત અને શરીર સંબંધિત ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર SOGની ટીમને મોટી સફળતા મળી છે. વઢવાણ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમીના આધારે રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન SOGના પોલીસ કોન્સ્ટેબલ વિશાલ જોષીને ચોક્કસ બાતમી મળી હતી કે વઢવાણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી સમંદરભાઈ રાજુભાઈ ચૌહાણ (ઉંમર 18 વર્ષ, રહે. વાંકાનેર, નવસારી ચોકડી, તા. વાંકાનેર, જી. મોરબી) રાજકોટના સંતોષીનગર-રેલનગર વિસ્તારમાં આવવાનો છે.

બાતમીના આધારે SOGની ટીમે રાજકોટ ખાતે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ઈસમ નજરે પડતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સમંદર રાજુભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં તે વઢવાણ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું હતું.

SOG ટીમે આરોપીને હસ્તગત કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. હવે વઢવાણ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરી ચોરીના ગુનાની સમગ્ર હકીકત અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

કામગીરીમાં જોડાયેલ પોલીસ સ્ટાફ

આ સફળ કામગીરીમાં **પી.આઈ. બી.એચ. સિંગરખીયા, પી.આઈ. વી.પી. પટેલ, પી.એસ.આઈ. એન.બી. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, પી.એસ.આઈ. ઝેડ.એલ. ઓડેદરા, એ.એસ.આઈ. અનિરૂદ્ધસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ જોષી, મહાવીરસિંહ રાઠોડ અને કપિલભાઈ સુમેરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai