ચાર કલાકમાં 172 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અરવલ્લીના મેઘરજમાં 73 મિમી અને અમદાવાદમાં 61 મિમી વરસાદ; ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધોધમાર ઝાપટાં

ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ આજે સવારે 6થી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.

અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ વરસાદ

ચાર કલાક દરમિયાન અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સૌથી વધુ 73 મિમી એટલે કે આશરે 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 61 મિમી (આશરે 2.40 ઇંચ) વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના મોડાસામાં 57-57 મિમી (2.24 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત મહેસાણાના ખેરાલુ તથા મહીસાગરના ખાનપુર અને કડાણા તાલુકામાં પણ આશરે 51 મિમી એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai