જુનાગઢ સહિત ગુજરાતની 7 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ, BAMSની 620 બેઠકો ઘટશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતની જુનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ સહિત 7 ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન નિયમોનું પાલન અને જરૂરી સુવિધાઓના અભાવ સહિતની ખામીઓ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

માન્યતા રદ થતાં આગામી શૈક્ષણિક વર્ષથી આ કોલેજોમાં BAMSમાં નવા પ્રવેશ બંધ થઈ જશે. જેના કારણે રાજ્યમાં આયુર્વેદના અભ્યાસની આશરે 620 બેઠકો ઘટશે, જેથી NEET પાસ કરીને આયુર્વેદમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

નિરીક્ષણ દરમિયાન કેટલીક કોલેજોમાં પૂરતા ક્વોલિફાઇડ પ્રોફેસરો, જરૂરી સાધનો અને પૂરતી દર્દીઓ ધરાવતી હોસ્પિટલ જેવી સુવિધાઓ અંગે ખામીઓ સામે આવી હોવાનું જણાવાયું છે. NCISM એક્ટ, 2020ની કલમ 28 અને 29 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

માન્યતા રદ થયેલી કોલેજોમાં નોબલ આયુર્વેદ કોલેજ-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જુનાગઢ; સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ-હોસ્પિટલ, વડોદરા; સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, મહેસાણા; ડાલિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, ખેડા; લીંબડી આયુર્વેદિક મેડિકલ કોલેજ, લીંબડી અને જય જલારામ આયુર્વેદિક કોલેજ, ગોધરા સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai