દરેડમાં મકાનમાંથી દારૂની 10 પેટી ઝડપાઈ, આરોપી પોલીસ પકડથી દૂર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર : જામનગર તાલુકાના દરેડ ગામમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા સમયે મકાનમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી મકાન માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે દરેડ ગામમાં 100 ખોલીની પાછળ, સરકારી નિશાળની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટ પાસેના મકાનમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં મકાનમાં દરોડો પાડ્યો હતો.

મકાનનો દરવાજો ખુલ્લો હતો, પરંતુ અંદર કોઈ વ્યક્તિ મળી આવી ન હતી. તપાસ દરમિયાન મકાનની ઓસરીમાંથી ‘8 PM Special Rare Whisky’ લખેલી કુલ 10 પેટીઓ મળી આવી હતી. પેટીઓમાંથી રાજસ્થાનમાં વેચાણ માટેની 180 મિલીલીટરની 480 શીલબંધ પ્લાસ્ટિક ચપટીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.60 હજાર હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત 180 મિલીલીટરની 12 શીલબંધ કાચની બોટલો પણ મળી આવી હતી, જેની કિંમત રૂ.1,500 ગણવામાં આવી છે. આમ પોલીસે કુલ 492 ચપટા-બોટલ સહિતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. દરેડ ગામ, જામનગર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 15(એ)(ઈ) અને 116(બી) મુજબ ગુનો નોંધ્યો છે. દરોડા સમયે આરોપી હાજર ન હોવાથી તેની ધરપકડ થઈ શકી નથી. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai