પારડીમાં 7 લોકોને લઈ જતી બોટ નદીમાં પલટી, 6નો બચાવ; દોઢ વર્ષનું બાળક લાપતા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વલસાડ: પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે મંગળવારે, 22 સપ્ટેમ્બરે પાર નદીમાં બોટ પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. અગિયારસના દિવસે પૂજા માટે ગયેલા મહિલા-બાળક સહિત સાત લોકોમાંથી છ લોકો તરીને સલામત રીતે કિનારે પહોંચી ગયા હતા, જ્યારે દોઢ વર્ષનું એક બાળક પાણીમાં લાપતા થયું છે.

મળતી માહિતી મુજબ, ઉમરસાડી માછીવાડના માછીમારો અને મહિલાઓ ચાર બોટમાં સવાર થઈ નદીમાં પૂજા માટે ગયા હતા. પૂજા પૂર્ણ કર્યા બાદ એક બોટ કિનારા તરફ પરત ફરી રહી હતી ત્યારે અચાનક પાણીમાં પલટી ગઈ હતી. બોટમાં સવાર સાતેય લોકો પાણીમાં ખાબક્યા હતા.

બોટ પલટી જતાં અમુલ પ્રસાદ ગૌતમ, નાનુભાઈ, છગનભાઈ ટંડેલ, રેખાબહેન નાનુભાઈ ટંડેલ, અજય નાનુભાઈ ટંડેલ, ધનુબહેન ભરતભાઈ ટંડેલ અને દોઢ વર્ષીય મોક્ષાર્થ અજય ટંડેલ પાણીમાં પડ્યા હતા. છ લોકો તરીને નદી કિનારે પહોંચી જતા તેમનો બચાવ થયો હતો, પરંતુ દોઢ વર્ષીય મોક્ષાર્થ પાણીમાં લાપતા થયો હતો.

તરવૈયા અને માછીમારોની શોધખોળ

ઘટનાની જાણ થતાં ગામના સરપંચ, આગેવાનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ચંદ્રપુરના તરવૈયાઓ અને સ્થાનિક માછીમારો દ્વારા નદીમાં લાપતા બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પરિવારજનો બાળક લાપતા થતાં ચિંતામાં મુકાયા છે. સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો દ્વારા બાળકને શોધવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અગિયારસે પૂજાની પરંપરા

ઉલ્લેખનીય છે કે દર અગિયારસે માછી સમાજના લોકો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને નદીમાં સ્નાન કરાવવાની પરંપરા છે. આ પરંપરા અંતર્ગત જ સ્થાનિક લોકો નદીમાં પૂજા માટે ગયા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai