મોંઘવારી સામે સરકારનું એક્શન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આયાત જકાત ઘટાડાની અસરથી ખાદ્ય તેલના ભાવ તૂટ્યા, ડબ્બે ₹40 સુધીનો ઘટાડો

રાજકોટઃ વરસાદની અનિયમિતતાને કારણે તેલીબિયાંના ઉત્પાદન પર અસર અને આગામી તહેવારોની સિઝન વચ્ચે ખાદ્ય તેલના ભાવ વધવાની શક્યતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે આયાત જકાતમાં ઘટાડો કર્યો છે. તેની તાત્કાલિક અસર રાજકોટના તેલ બજારમાં જોવા મળી છે અને વિવિધ ખાદ્ય તેલના ભાવમાં ડબ્બે ₹15થી ₹40 સુધીનો ઘટાડો નોંધાયો છે.

રાજકોટમાં આજે સીંગતેલના ડબ્બામાં ₹20નો ઘટાડો થતાં નવા ડબ્બાના ભાવ ₹2,895થી ₹2,945 થયા છે. જ્યારે કપાસિયા તેલમાં ₹20, પામોલીનમાં ₹20, સનફ્લાવરમાં ₹40, કોર્ન ઓઇલમાં ₹15 અને સોયાબીન તેલમાં ₹20નો ઘટાડો નોંધાયો છે.

કેન્દ્ર સરકારે ક્રુડ પામતેલ અને ક્રુડ સોયાબીન તેલની આયાત જકાત 10%થી ઘટાડીને 5% કરી છે. રિફાઇન્ડ પામતેલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પરની જકાત 32.5%થી ઘટાડીને 27.5% કરવામાં આવી છે. ક્રુડ સનફ્લાવર તેલની જકાત 10%થી ઘટાડીને શૂન્ય, જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર તેલની જકાત 32.5%થી ઘટાડીને 22.5% કરાઈ છે.

વેપારીઓના મતે આયાત જકાતમાં ઘટાડાથી ખાદ્ય તેલ બજારમાં તેજીનું વલણ નબળું પડી શકે છે. તહેવારોની સિઝન નજીક હોવા છતાં તેલીબિયાંના ઉત્પાદનને લઈને ચિંતા વચ્ચે ભાવ વધવાની અટકળો હતી, પરંતુ સરકારના નિર્ણય બાદ બજારમાં તાત્કાલિક ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારના ભાવ અને આયાત જકાતની અસરને પગલે આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai