જામનગર LCBની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂના કેસમાં ફરાર બે આરોપી હરિયાણા-રાજસ્થાનમાંથી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર LCBએ ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ બનાવવાના બે અલગ-અલગ ગુનામાં લાંબા સમયથી ફરાર ચાલતા બે આરોપીઓને હરિયાણા અને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2025માં કનસુમરા ગામ નજીક સાઢીયાપુલ પાસે આવેલા આર્ય એસ્ટેટમાં ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમાં ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. દરોડા દરમિયાન પોલીસે 800 લીટર આલ્કોહોલ સ્પિરિટ, કેમિકલ, આલ્કોહોલ માપવાનું મીટર, વિવિધ બ્રાન્ડના સ્ટીકરો, ઢાંકણાં સહિત રૂ.8.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી કિશનસિંહ જગમાલસિંહ શેખાવત ફરાર હતો.

બીજા બનાવમાં જામનગર તાલુકાના નેવીમોડા ગામે હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજાની વાડીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી ડુપ્લીકેટ દારૂ, કેમિકલ, કલર, ઢાંકણાં, પ્લાસ્ટિક પાઉચ, દારૂના સ્ટીકરો અને આલ્કોહોલ માપવાનું મીટર સહિત રૂ.7.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી રોહતાસ ઉમદસિંહ સાગવાન ફરાર હતો.

બંને ગુનાના ફરાર આરોપીઓને ઝડપી પાડવા જામનગર LCBની ટીમે માનવબળ તેમજ ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી. બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસે હરિયાણા અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળે તપાસ કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન રોહતાસ ઉમદસિંહ સાગવાન (ભિવાની, હરિયાણા) અને **કિશનસિંહ જગમાલસિંહ શેખાવત (સીકર, રાજસ્થાન)**ને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા BNSની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.

LCBની આ કાર્યવાહીમાં ડુપ્લીકેટ દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા ફરાર આરોપીઓને અન્ય રાજ્યોમાંથી શોધી કાઢી કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai