ગણપતિ વિસર્જન દરમિયાન ગુજરાતમાં ડૂબી જવાના બનાવોમાં 10ના મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત, ધોળકા અને મોરબીમાં દુર્ઘટના; અમરેલીના બાબરામાં પણ ચેકડેમમાંથી 4 યુવકોના મૃતદેહ મળ્યા

ગુજરાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન વિવિધ સ્થળોએ પાણીમાં ડૂબી જવાના બનાવોમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરત, ધોળકા અને મોરબીમાં વિસર્જન બાદ પાણીમાં ડૂબવાની કરુણ ઘટનાઓ બની હતી.

સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે તાપી નદીમાં ગણપતિ વિસર્જન માટે ગયેલી હોડી પલટી જતા પાંચ લોકો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં રાજુભાઈ મેર, દાનાભાઈ શિયાળિયા અને સાદુલભાઈ મેરના ડૂબી જવાથી મોત થયા હતા. માંગરોળના લિડીયાત-કુંવરદા અને ઓલપાડના દિહેણ ગામે પણ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબવાના બનાવો નોંધાયા હતા.

ધોળકાના બગોદરા-શિયાળ રોડ પર થાળાવાળી પાણીની દીરમાં ગણપતિ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં મહાવીરસિંહ ચૌહાણનો બચાવ થયો હતો, જ્યારે હર્ષરાજસિંહ ચૌહાણ પાણીમાં ગરકાવ થતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી.

મોરબીના મચ્છુ-3 ડેમમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ફાયર ટીમે બે યુવકોને બચાવી લીધા હતા, જ્યારે અન્ય બેના મૃતદેહ આજે મળી આવ્યા હતા.

દરમિયાન અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પણ ચેકડેમમાં નાહવા પડેલા કાકા-ભત્રીજા સહિત ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. ગણપતિ વિસર્જન માટે આવેલા લોકોને કાંઠે કપડાં મળી આવતા શંકા ગઈ હતી અને ત્યારબાદ તપાસ કરતાં ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને પગલે પરિવારોમાં શોકનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai