સંતરામપુરના હીરાપુર નજીક ગમખ્વાર અકસ્માત: ST બસની ટક્કરે 2 યુવકોના મોત, 1 ગંભીર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મહીસાગરના સંતરામપુરના હીરાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક જ બાઈક પર સવાર ત્રણ મિત્રોમાંથી બે યુવકોના મોત, જ્યારે એક યુવકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, ગાંધીનગર અને બાયડથી પોતાના વતન તરફ પરત ફરી રહેલા ત્રણ મિત્રો બાઈક પર સવાર હતા. દરમિયાન પીટોલ-પાટણ રૂટની દાહોદ ડેપોની ST બસ સાથે બાઈકની જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતમાં ગોવિંદ શંકરભાઈ પારગી અને હર્ષદભાઈ રાયસિંગભાઈ કલારાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે હર્ષદભાઈ અછિનભાઈ ચરપોટને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, મૃતક ગોવિંદ પારગી ગાંધીનગરમાં અભ્યાસ કરતો હતો, જ્યારે અન્ય બે મિત્રો બાયડમાં મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય યુવકો ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામોના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અકસ્મતની જાણ થતાં સંતરામપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai