ઉમિયા ચોક પાસે રૂ.3.51 લાખના કોપર સ્ક્રેપની ચોરીનો ભેદ ઉકેલાયો: સગીર સહિત 7 શખસો ઝડપાયા, રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીક પાર્ક કરાયેલી યુટિલિટી વાનમાંથી 260 કિલો કોપર સ્ક્રેપની ચોરી કરનાર ટોળકીને તાલુકા પોલીસે ઝડપી લીધી છે. રૂ.3.51 લાખની કિંમતના સ્ક્રેપ ચોરીના ગુનામાં પોલીસે સગીર સહિત સાત શખસોને ઝડપી લઈ રિક્ષા અને ત્રણ મોપેડ સહિત કુલ રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

22 સપ્ટેમ્બરની રાત્રે કોપર સ્ક્રેપ ભરેલી ગાડી ઉમિયા ચોક નજીક પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે ગાડીમાંથી 260 કિલો કોપર સ્ક્રેપ ગાયબ હોવાનું માલૂમ પડતાં ટ્રાન્સપોર્ટરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરાયેલો કોપર સ્ક્રેપ લઈને કેટલાક શખસો કણકોટ રોડ પર આવેલી એક હોટલ સામેના મેદાનમાં વાહનો સાથે ઉભા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અફઝલ નાસીર શેખ, અશરફ ઉર્ફે ભુરો નાસીર શેખ, શકીલ સતાર સપ્પા, હમજા રફીક સૈયદ, અનસ મન્નાખાન શેખ, કરણ અરવિંદ હુંબલ અને એક સગીરને ઝડપી લીધા હતા.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ મિત્ર હોવાનું અને સ્ક્રેપ ભરેલી ગાડી રેઢી જોતાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ચોરાયેલો માલ વેચાય તે પહેલાં જ પોલીસના હાથે ટોળકી ઝડપાઈ ગઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai