મોરબીના માળિયા ફાટક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં યુવાનનું મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડબલ સવારી બાઇકના ચાલકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ જીવ ગયો; પાછળ બેઠેલા આધેડને મોઢા, છાતી અને હાથમાં ઇજા

મોરબીના માળિયા ફાટક ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજ પર રોડ સાઇડમાં બંધ પડેલા ટ્રક પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક 31 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા આધેડને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં અકસ્માત

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, મૂળ ખેડા જિલ્લાના વાંદરીયા દુધાથલ ગામના અને હાલ ઢુવા ખાતે રહેતા જશવંતકુમાર સબુભાઈ ઝાલા બાઇક ચલાવી રહ્યા હતા. તેમની બાઇક પર ભરતભાઈ રાઠોડ સવાર હતા. બંને ખોખરા હનુમાન મંદિર પાસે કેચી પતરાની મજૂરીના કામે જઈ રહ્યા હતા. દરમિયાન મોરબી–માળિયા હાઇવે પર માળિયા ફાટકના ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે રોડની સાઇડમાં બંધ પડેલા ટ્રક નંબર GJ-12-BY-4442 પાછળ બાઇક નંબર GJ-7-EF-0855 અથડાઈ હતી.

બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત, આધેડને ઇજા

અકસ્મતામાં બાઇકચાલક જશવંતકુમાર ઝાલાને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા ભરતભાઈ રાઠોડને મોઢા, છાતી અને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ

આ બનાવ અંગે સંતોષભાઈ ભરતભાઈ રાઠોડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai