આગામી વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિદેશી કંપનીઓ અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાનફ્રાન્સિસ્કો પહોંચતા ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમજ ત્યાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેઓ ન્યૂયોર્ક અને વોશિંગ્ટનની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ કેનેડાના ટોરન્ટો જશે.
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ગુજરાત મૂળના ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓના વડાઓ સાથે બેઠકો કરશે અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણ માટે આમંત્રણ આપશે. મુખ્યમંત્રી સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું છે, જેમાં મુખ્યમંત્રી કાર્યાલયના સંજીવકુમાર અને વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.










