અહેવાલ બાદ RMC તંત્ર દોડતું થયું, રાતોરાત કાર્યવાહીથી રસ્તો ખુલ્લો
રાજકોટના માધાપર ચોકડી પાસે Pride Aura અને D-Mart નજીક જાહેર TP રોડ પર દબાણ અને બાંધકામ મટિરિયલના ઢગલા અંગે અખિલા ન્યૂઝ ડિજિટલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.
અહેવાલ પ્રસિદ્ધ થતાં જ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી કરી TP રોડ પરથી દબાણ તથા અવરોધરૂપ સામગ્રી હટાવી દીધી.
રસ્તો ખુલ્લો થતાં રાહદારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. જાહેર માર્ગ પરના દબાણ સામે અખિલા ન્યૂઝ ડિજિટલના અહેવાલની સીધી અસર જોવા મળી અને રાતોરાત તંત્રએ કાર્યવાહી કરી TP રોડ ખુલ્લો કરાવ્યો.










