જામનગરમાં તસ્કરોનો તરખાટ! મોખાણા-ખીમલિયાની વાડીઓમાંથી રૂ.1.23 લાખનો કેબલ વાયર ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઓરડીઓના તાળા તોડી 1,200 ફૂટ વાયર ઉઠાવી ગયા : પંચ ‘બી’ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

જામનગર: જામનગર તાલુકાના મોખાણા અને ખીમલિયા ગામની સીમમાં આવેલી વાડીઓને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી રૂ.1.23 લાખથી વધુ કિંમતનો કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ તા. 17 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી 18 ઓગસ્ટની સવારે 8 વાગ્યા દરમિયાન તસ્કરો વાડીઓમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ ઓરડીઓના તાળા તોડી અંદર રાખેલા તેમજ ઇલેક્ટ્રિક મોટરમાં ફીટ કરાયેલા કેબલ વાયરની ચોરી કરી હતી.

ચોરોએ 6 એમ.એમ.ના કુલ 495 ફૂટ વાયર, જેની કિંમત રૂ.54,500 હતી, તેમજ 4 એમ.એમ.ના 705 ફૂટ કેબલ, જેની કિંમત રૂ.68,800 હતી, ચોરી કરી હતી.

આમ કુલ 1,200 ફૂટ કેબલ વાયર, કિંમત રૂ.1,23,250નો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા.

આ બનાવ અંગે મુન્નાભાઈ ઉર્ફે દેવાભાઈ જેંતીભાઈ પારજીયાની ફરિયાદના આધારે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તસ્કરોની ઓળખ અને ચોરીનો મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai