યુવાનોને આપેલા વચનો પૂર્ણ ન કરવાના આક્ષેપ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ કેન્દ્ર સરકાર સામે 5 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરી છે.
CJPના જણાવ્યા મુજબ, આ વિરોધ કૂચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈ નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. કૂચમાં NEET પીડિતોના પરિવારો તેમજ કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો આગેવાની કરશે. પાર્ટીએ વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને વિરોધમાં જોડાવા અપીલ કરી છે.










