કાલાવડ, જોડિયા અને મોરબીના ખેડૂતોના પાણીના પ્રશ્ને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની રજૂઆત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઊભા પાકને બચાવવા ઉંડ-4 અને આજી-4 ડેમમાંથી પાણી છોડવા જળસંપત્તિ મંત્રીને પત્ર

કાલાવડ: કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ એ. ચાવડાએ કાલાવડ, જોડિયા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તથા પ્રજાજનોને પડતી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સઘન રજૂઆતો કરી છે.

કાલાવડ તાલુકામાં હાલ પાણીની અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે સૌની યોજના મારફતે ઉંડ-4 ડેમમાં પાણી ઠાલવવા તેમજ ડેમના એચ.આર. ગેટ મારફતે નદીમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. પાણીની તંગીના કારણે ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવા રજૂઆત કરાઈ છે.

તે જ રીતે જોડિયા તાલુકામાં આજી-4 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા પણ ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને ઊભા પાકને બચાવી શકાય તે માટે ડેમમાંથી પાણી છોડવાની વ્યવસ્થા કરવા મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત મોરબી તાલુકાના ઉટબેટ શામપર, ફડસર, રામપર-પાડાબેકર, બેલા (આ), આમરણ, જીવાપર (આ), બાદનપર (આ), ફાટસર, કેરાળી, ખારચીયા અને રાજપર (કં) સહિતના 11 ખેતી આધારિત અને પછાત ગામોના તળાવો ભરવા તેમજ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ડેમી-2 યોજના હેઠળ આ ગામોને આવરી લેવા પણ માંગ કરવામાં આવી છે.

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને સામાન્ય પ્રજાને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ખેતી તથા પીવાના પાણીની જરૂરિયાતો સમયસર પૂરી થાય તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. પાણીના આ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જળસંપત્તિ વિભાગ સમક્ષ સત્તાવાર પત્રો પાઠવી તેમજ રૂબરૂ રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai