ગુજરાત પોલીસ વિભાગમાં 500 નવી જગ્યાઓની ભરતીને મંજૂરી

ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં વર્ગ-3ની 500 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

મંજૂર કરવામાં આવેલી જગ્યાઓમાં પોલીસ કોન્સ્ટેબલ, ડ્રાઇવર સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ નવી જગ્યાઓને કારણે પોલીસ વિભાગમાં માનવબળ વધશે અને આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે.

શહેર પ્રમાણે જગ્યાઓની ફાળવણી
અમદાવાદ શહેર પોલીસ: 50 જગ્યાઓ
સુરત શહેર પોલીસ: 20 જગ્યાઓ
વડોદરા શહેર પોલીસ: 20 જગ્યાઓ
રાજકોટ શહેર પોલીસ: 20 જગ્યાઓ
અન્ય જગ્યાઓની ફાળવણી સંબંધિત વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર હાલમાં વિવિધ પોલીસ ભરતી સંબંધિત જાહેરાતો અને સૂચનાઓ ઉપલબ્ધ છે.

નોંધ: 500 જગ્યાઓની ચોક્કસ પોસ્ટવાર વિગતો અને ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પડે ત્યાર બાદ જ અરજીની તારીખ, લાયકાત અને વયમર્યાદા અંગે સ્પષ્ટ માહિતી મળશે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment