વલાદરની વાડીમાં ‘જુગારધામ’ પર કોડીનાર પોલીસનો સપાટો! ઘાંટવડના 11 જુગારીઓ ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાતના અંધકારમાં બેટરીના અજવાળે ચાલતો હતો હારજીતનો ખેલ; રૂ.31,760નો મુદ્દામાલ જપ્ત

કોડીનાર: કોડીનાર તાલુકાના વલાદર ગામના ગળાધાર વાડી વિસ્તારમાં રાત્રિના અંધકારનો લાભ લઈ બેટરીના અજવાળે ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા 11 શખ્સોને કોડીનાર પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.31,560 રોકડા, ગંજીપત્તાના 52 પાના અને રૂ.200ની ઇલેક્ટ્રિક ચાર્જિંગ બેટરી સહિત કુલ રૂ.31,760નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની રાહબરી તથા કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.આર. બાંભણિયા અને સર્વેલન્સ સ્ટાફ કોમ્બિંગ, નાઇટ રાઉન્ડ તથા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ હમીરભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ અતુલસિંહ અને ભીખુશા બચુશાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલાદર ગામના ગળાધાર વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસની ટીમે સ્થળને ઘેરી લઈ તપાસ કરતાં 11 ઇસમો જાહેરમાં બેસીને ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી, જોકે પોલીસે તમામને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આ 11 શખ્સો ઝડપાયા

પોલીસે જેંતીલાલ લક્ષ્મીદાસ ભલાણી, સુનીલભાઈ કાનાભાઈ ચુડાસમા, મુકેશભાઈ મેઘાભાઈ શીંગડ, રણજીતભાઈ કનુભાઈ વાજા, નીપુલભાઈ ભીખાભાઈ સિદ્ધપુરા, સાગરભાઈ દાદુભાઈ પરમાર, ધર્મેશભાઈ કાનાભાઈ ચુડાસમા, યાસીનભાઈ મુસાભાઈ દયાતર, દિલીપગીરી માધવગીરી મેઘનાથી, જગુભાઈ મસરીભાઈ ચુડાસમા તથા રણજીતભાઈ ઉર્ફે રાણો ગોવિંદભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા.

આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11186002261356/2026 હેઠળ જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની આ કાર્યવાહીમાં પીઆઈ એન.વી. હરિયાણી, પીએસઆઈ એમ.આર. બાંભણિયા, એએસઆઈ લલીતભાઈ બાવકાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai