કટારિયા નજીક અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ; ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખસેડાયા
લીંબડી: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર કટારિયા નજીક કાર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ઈજાગ્રસ્ત તમામ 7 લોકોને સારવાર માટે તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ
અકસ્મતના પગલે અમદાવાદ-રાજકોટ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ
પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કાર અને બસ વચ્ચે કયા સંજોગોમાં ટક્કર થઈ તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.










