નવી દિલ્હી: એલસીસી પ્રોજેક્ટ્સ લિમિટેડે પોતાના આગામી IPO માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 139થી રૂ. 146નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીનો આશરે રૂ. 427 કરોડનો IPO 9 સપ્ટેમ્બર, 2026થી સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો માટે 8 સપ્ટેમ્બરે બિડિંગ યોજાશે.
કંપનીના IPOમાં રૂ. 258 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને 1,15,85,000 શેર સુધીનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ મુજબ ઇશ્યૂનું કદ આશરે રૂ. 427 કરોડ અને લોઅર એન્ડ મુજબ આશરે રૂ. 419 કરોડ રહેશે.
સાધનોની ખરીદી અને દેવાની ચુકવણીમાં થશે ઉપયોગ
ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની સાધનોની ખરીદી, દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
એલસીસી પ્રોજેક્ટ્સ એક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) કંપની છે. કંપની છેલ્લા બે દાયકાથી વધુ સમયથી સિંચાઈ અને પાણી પુરવઠા ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
કંપનીએ બંધ, બેરેજ, વીયર, હાઇડ્રોલિક માળખાં, નહેરો, પાઇપ વિતરણ નેટવર્ક, લિફ્ટ સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓ સહિત વિવિધ EPC પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.
કંપનીના શેર 17 સપ્ટેમ્બર, 2026ના રોજ BSE અને NSE બંને પર લિસ્ટ થવાની દરખાસ્ત છે. મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ઇશ્યૂના બુકરનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે.










