નવી દિલ્હી: મનિકા પ્લાસ્ટેક લિમિટેડનો IPO 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ IPO માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 40થી રૂ. 43નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. IPOમાં રોકાણકારો ઓછામાં ઓછા 348 શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 348 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
એન્કર રોકાણકારો માટે બિડિંગ 10 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે જાહેર બિડિંગ 11 સપ્ટેમ્બરથી શરૂ થઈને 16 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.
ફ્રેશ ઇશ્યૂ અને OFSનો સમાવેશ
કંપનીના IPOમાં કુલ રૂ. 92.5 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને 76,74,418 ઇક્વિટી શેર સુધીનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે.
IPO બાદ કંપનીના ઇક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફર માટે BSEને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ બનાવવામાં આવ્યું છે.
પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરી રહી છે.










