કિર્તીદાન ગઢવી સાથેની ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખોટી કોમ્પ્લિમેન્ટરી ટિકિટ બનાવી વેચાણ કર્યાનો આક્ષેપ; 8થી 10 કરોડની નાણાકીય ગેરરીતિનો દાવો

અમદાવાદઃ લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી સાથે સંકળાયેલા નવરાત્રી આયોજનના ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. સરખેજ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલો વર્ષ 2025માં યોજાયેલા નવરાત્રીના કાર્યક્રમ સાથે સંકળાયેલો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, નવરાત્રીના કાર્યક્રમ માટે કોમ્પ્લિમેન્ટરી તરીકે દર્શાવાયેલી ટિકિટોની કથિત રીતે નકલી ટિકિટો તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ ટિકિટોનું વેચાણ કરી લોકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સરખેજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહ સહિત ચાર શખ્સોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય આરોપીઓમાં જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં સમગ્ર વ્યવહારમાં અંદાજે રૂ. 8થી 10 કરોડની નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ફરિયાદ નોંધાયા બાદ સરખેજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ટિકિટોની તૈયારીઓ, વેચાણ, નાણાકીય વ્યવહારો તથા આ સમગ્ર કથિત ગેરરીતિમાં કોની ભૂમિકા હતી તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai