દમણના કલેક્ટરની અનોખી પહેલ : દેશભરમાં પહોંચ્યો માર્ગ સુરક્ષાનો સંદેશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

થાર-ફોર્ચ્યુનરથી સીનસપાટા કે સ્ટંટ નહીં કરું : વાહન માલિકોએ લીધા શપથ

દમણના કલેક્ટર સૌરભ મિશ્રાએ થાર અને ફોર્ચ્યુનર સહિતની મોંઘી અને આધુનિક કારના માલિકોને માર્ગ સુરક્ષાનો સંદેશ આપવા અનોખી પહેલ કરી છે. યુવાઓમાં ખાસ લોકપ્રિય બનેલા આવા વાહનોનો ઉપયોગ રોફ જમાવવા, સ્ટંટ કરવા કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા માટે ન થાય તે માટે તેમણે વાહન માલિકો પાસે શપથ લેવડાવ્યા હતા.

બુધવારે દમણના એક વિશાળ મેદાનમાં થાર અને ફોર્ચ્યુનર સહિતના વાહનોના માલિકોને એકત્ર કરવામાં આવ્યા હતા. અહીં તમામ વાહનોની લાઈન ગોઠવીને માલિકોને માર્ગ સુરક્ષા અને જવાબદારી અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કલેક્ટર સૌરભ મિશ્રાએ જણાવ્યું હતું કે થારનો અર્થ માત્ર સ્ટાઇલ કે રોફ નહીં, પરંતુ જવાબદારી પણ છે.

વાહન માલિકોએ શપથ લીધા હતા કે તેઓ પોતાના વાહનને ઓવર સ્પીડ કે બેદરકારીથી નહીં ચલાવે, સ્ટંટ કે રેસ નહીં કરે અને અન્ય વાહનચાલકો કે રાહદારીઓને મુશ્કેલી થાય તે રીતે વાહન નહીં ચલાવે. અકસ્માત કે રસ્તા પર કોઈ મુશ્કેલીમાં મુકાય તો નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની મદદ કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત વાહનોમાં આરટીઓ દ્વારા માન્ય ન હોય તેવી ગેરકાયદે લાઈટો નહીં લગાવવા અને કારના કાચ પર ગેરકાયદે કાળા પ્લાસ્ટિક કે ફિલ્મનો ઉપયોગ નહીં કરવાની પણ શપથ લેવડાવવામાં આવી હતી.

કલેક્ટરે વાહન માલિકોને માર્ગ સુરક્ષાના સંદેશવાળા પ્લેકાર્ડ આપ્યા હતા અને વાહનોની કતાર સાથે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર પહેલનો સંદેશ સોશિયલ મીડિયા મારફતે દેશભરમાં પહોંચે તે માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાને પણ ટેગ કરીને આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai