સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: આઇસર અને પીકઅપ કાર અથડાતાં આઇસરચાલકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વઢવાણ-લખતર હાઇવે પર દેદાદરા ગામના પાટિયા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઇસર અને પીકઅપ કાર વચ્ચે થયેલા અકસ્માતમાં આઇસરચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પીકઅપ કારચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આઇસર અને પીકઅપ કાર વચ્ચે ટક્કર

મળતી માહિતી મુજબ દેદાદરા ગામના પાટિયા નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી પીકઅપ કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આઇસરચાલક મિલનભાઈ કાનજીભાઈ સારોલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્મતની જાણ થતાં વઢવાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પીકઅપ કારચાલકને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મૃતદેહને PM માટે ખસેડાયો

અકસ્મતમાં મૃત્યુ પામેલા આઇસરચાલક મિલનભાઈ કાનજીભાઈ સારોલા લખતર ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ

મોડી રાત્રે અકસ્માત સર્જાતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વઢવાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai