17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ઉજવણી: એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના જન્મદિનને દેશભરમાં ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત એક મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાવાના છે.
જન્મદિન નિમિત્તે વડનગરથી વારાણસી સુધીની વિશેષ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહ વડનગર ખાતેથી પ્રસ્થાન કરાવશે.
અમિત શાહ આવતીકાલે સાંજે ગુજરાત પહોંચવાના હોવાનું જણાવાયું છે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ તેઓ વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને વડનગરથી વારાણસી જતી યાત્રાને પ્રસ્થાન કરાવશે.