વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ વચ્ચે મંત્રીઓના વિદેશ પ્રવાસને એક માસનો બ્રેક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચાર સિનિયર મંત્રીઓના વિદેશ પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર, 10 ઓક્ટોબર બાદ પ્રવાસની શક્યતા

રાજકોટ: ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક માસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાથે જ આગામી વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ પણ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા-કેનેડા પ્રવાસ બાદ હવે રાજ્યના ચાર સિનિયર મંત્રીઓ પણ રોકાણકારોને આમંત્રણ આપવા વિદેશ પ્રવાસે જવાના હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા અને કનુભાઈ દેસાઈના વિદેશ પ્રવાસનું આયોજન હતું. જોકે, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 10 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોમાં મંત્રીઓ વ્યસ્ત રહેવાના હોવાથી તેમના વિદેશ પ્રવાસના કાર્યક્રમને હાલ એક માસનો બ્રેક લાગ્યો છે. હવે ઓક્ટોબરના મધ્ય બાદ તેમના વિદેશ પ્રવાસનું આયોજન થઈ શકે છે.

અધિકારીઓની બદલીઓ પણ અટકી

વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં મોટા પાયે IAS અને IPS અધિકારીઓની બદલીની ચર્ચા પણ હાલ અટકી હોવાનું જાણવા મળે છે. જરૂરી હોય તેવા સ્થળોએ જ છૂટક બદલીના આદેશ થઈ રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટ માટે અધિકારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હોવાથી મોટા પાયે ફેરફાર સમિટ બાદ થવાની શક્યતા છે.

આગામી વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતનું મુખ્ય ફોકસ ટેકનોલોજી, AI, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રો પર રહેવાની શક્યતા છે. લાંબા ગાળાના મોટા રોકાણ સાથે સંકળાયેલા આ ક્ષેત્રો માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે યોજાયેલી રિજનલ વાઈબ્રન્ટ સમિટના મોડલને હવે રાજ્યકક્ષાની સમિટમાં વધુ વિસ્તૃત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai