અમદાવાદમાં 2038ની એશિયન ગેમ્સ યોજવા ભારત-ગુજરાત સરકારની સત્તાવાર દાવેદારી, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ તેજ
અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરાયું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક માટેની દાવેદારી બાદ હવે 2038ની એશિયન ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે ભારત તથા ગુજરાત સરકારે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા સમક્ષ સત્તાવાર દરખાસ્ત રજૂ કરી છે.
હાલ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ દરમિયાન ગુજરાતના અધિકારીઓ આયોજન અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભ્યાસ કરી રહ્યા છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નારણપુરામાં રૂ. 825 કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ આ આયોજનનો મહત્વનો ભાગ છે.










