ઓલા-ઉબેર-રેપિડો વિવાદ વચ્ચે સરકારની ખાતરી બાદ ઓટો-ટેક્સી યુનિયનનું આંદોલન સમેટાયું. ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનરની અધ્યક્ષતામાં યુનિયન, કેબ એગ્રીગેટર્સ અને RTO અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતી કાર અને ટુ-વ્હીલરનો એપ આધારિત કોમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે ખાસ ઝુંબેશ ચલાવવાની ખાતરી આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે પણ કડક કાર્યવાહી અને જરૂર પડ્યે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
સરકાર ટેક્સીના નવા ભાડા નક્કી કરવા 20 દિવસમાં કમિટી બનાવશે, જ્યારે ઓલા, ઉબેર અને રેપિડો અંગે એક મહિનામાં ફરી સમીક્ષા બેઠક યોજાશે. સરકારની ખાતરી બાદ યુનિયનોએ વિરોધ-પ્રદર્શન સમેટવાની જાહેરાત કરી છે.










