ખેડૂતો માટે મહત્વના સમાચાર: ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની MSP ખરીદી માટે 2 ઓક્ટોબરથી નોંધણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ગુજરાતમાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરવામાં આવશે.

સરકારે પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. ડાંગર (કોમન) રૂ.2,441 અને ગ્રેડ-એ રૂ.2,461 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ રૂ.2,410 અને બાજરી રૂ.2,900 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે. જ્યારે જુવાર (હાઈબ્રિડ) રૂ.4,023, જુવાર (માલદંડી) રૂ.4,073 અને રાગી રૂ.5,205 પ્રતિ ક્વિન્ટલનો MSP રહેશે. જુવાર અને રાગી સહિત નિર્ધારિત પાકોમાં રૂ.300 પ્રતિ ક્વિન્ટલનું વધારાનું બોનસ પણ મળશે.

રાજ્ય સરકાર દ્વારા આ પાકોની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવશે. નોંધણી કરાવનારા ખેડૂતો પાસેથી 16 નવેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

નોંધણી દરમિયાન ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખરીદી માટે પસંદગી અંગે ખેડૂતોને નિગમ દ્વારા જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે આધારકાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ખોટા દસ્તાવેજો અપલોડ થયેલા જણાશે તો નોંધણી રદ થઈ શકે છે અને ખરીદી માટે જાણ કરવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai