બેડી ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : કોલસો ભરેલા ટ્રકના ચાલકનું મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોલસો ભરેલા ટ્રકના ચાલક ધરમશીભાઈ પંડિતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેઓ પડાણા ગામેથી કોલસો ભરી તાપીના સોનગઢ તરફ જઈ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા ગામના રહેવાસી 35 વર્ષીય ધરમશીભાઈ શામરાભાઈ પંડિત ટ્રક ચલાવી રહ્યા હતા. દરમિયાન બેડી ચોકડી નજીક તેમના ટ્રકને અન્ય ટ્રકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

મૃતકના મિત્ર દેવાભાઈ આંબલીયાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં બીજા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai