રાજકોટ-અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ: મુસાફરોનો આબાદ બચાવ, મોટી દુર્ઘટના ટળી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ભાયલા બ્રિજ ઉપર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સમયસર થયેલી કામગીરીને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં જ નજીકના કેરાળા બ્રિજ પર તહેનાત 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જવાનોએ સૌપ્રથમ બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 112ની ટીમે તાત્કાલિક ‘એલબી ટેક્સ’ની ફાયર ફાઈટર ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની સંયુક્ત કામગીરીથી ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

બીજી તરફ, હાઈવે પર ટ્રાફિક જામ ન સર્જાય અને અન્ય વાહનચાલકોને કોઈ જોખમ ન થાય તે માટે પોલીસે તાત્કાલિક વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. 112 ટીમની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai