રાજકોટ વિભાગ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર 2026 દરમિયાન GSTની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યને GST પેટે રૂ.8,167 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની રૂ.6,050 કરોડની આવકની સરખામણીએ 35 ટકા વધુ છે. રાષ્ટ્રીય સ્તરે સપ્ટેમ્બર 2026 દરમિયાન GST આવકમાં 14.7 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે.
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ માસમાં પણ રાજ્યની GST આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં ગુજરાતને GST પેટે કુલ રૂ.49,858 કરોડની આવક થઈ છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની રૂ.38,540 કરોડની આવક કરતાં 29 ટકા વધુ છે.
સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યને VAT પેટે રૂ.2,930 કરોડ, વિદ્યુત શુલ્ક પેટે રૂ.1,102 કરોડ અને વ્યવસાય વેરા પેટે રૂ.24 કરોડની આવક થઈ છે.
આમ, GST, VAT, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા સહિત રાજ્ય કર વિભાગને સપ્ટેમ્બર 2026માં કુલ રૂ.12,222 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.










