રાજકોટના વાવડીમાં કેમિકલની દુકાનની આડમાં દારૂનો ધંધો!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

PCBના દરોડામાં ₹2.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 864 બોટલ સાથે દુકાનદારની ધરપકડ

રાજકોટના વાવડી વિસ્તારમાં કેમિકલના વેપારની આડમાં દારૂનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. વાવડીના 80 ફૂટ રોડ પર વ્રજ ચોક નજીક આવેલા ખોડલ ટાવર્સની દુકાનમાં PCBની ટીમે દરોડો પાડીને ₹2.59 લાખની કિંમતની દારૂની 864 બોટલ જપ્ત કરી હતી. પોલીસે દુકાનદાર દીપેન છગનભાઈ લાડાણી (ઉં.વ. 38)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા PCBના PI એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ખોડલ ટાવર્સની દુકાન નંબર 8માં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન દુકાનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસે તેને જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ દુકાન ભાડે રાખીને કેમિકલનો વેપાર શરૂ કર્યો હતો અને તેની આડમાં દારૂનું છૂટક વેચાણ કરતો હતો. તેણે આશરે ત્રણ મહિના પહેલાં ગોવાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તે પોતાના ઓળખીતા ગ્રાહકોને દારૂ વેચતો હોવાની પણ માહિતી મળી છે.

આરોપીએ આર્થિક સંકડામણને કારણે દારૂનો વેપાર શરૂ કર્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હોવાની માહિતી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai