ચૈતર વસાવાના નાના ભાઈનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: સુરતની સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ ICUમાં તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ શાંતિલાલ માનસિક તણાવમાં રહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ તણાવને કારણે તેમણે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, ઘટનાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ શાંતિલાલ વસાવા તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai