ઓખા–રાજકોટ લોકલ સહિતની ટ્રેનો રદ; વંદે ભારત, દુરંતો અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શન પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવનાર હોવાથી 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2026 સુધી અનેક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરાશે અને અન્ય ટ્રેનોના પ્રસ્થાન સમય તથા માર્ગમાં દોડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે
ઓખા–રાજકોટ લોકલ અને રાજકોટ–ઓખા લોકલ: 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી.
ઓખા–વેરાવળ એક્સપ્રેસ અને વેરાવળ–ઓખા એક્સપ્રેસ: 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી.
આંશિક રીતે રદ થનારી ટ્રેનો
ભાવનગર–ઓખા એક્સપ્રેસ: 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ભાવનગરથી રાજકોટ વચ્ચે જ દોડશે. રાજકોટ–ઓખા વચ્ચે રદ રહેશે.
ઓખા–ભાવનગર એક્સપ્રેસ: 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રાજકોટથી ભાવનગર વચ્ચે જ દોડશે. ઓખા–રાજકોટ વચ્ચે રદ રહેશે.
વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ: 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વડોદરાથી રાજકોટ સુધી જ દોડશે.
જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ: 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રાજકોટથી વડોદરા સુધી જ દોડશે.
પ્રસ્થાન સમયમાં ફેરફાર
ઓખા–બનારસ એક્સપ્રેસ: 29 ઓક્ટોબરે નિર્ધારિત સમય 14:05ના બદલે 16:00 કલાકે ઉપડશે.
ઓખા–સાબરમતી વંદે ભારત: 30 ઓક્ટોબરે 16:45ના બદલે 18:15 કલાકે ઉપડશે.
ઓખા–સાબરમતી વંદે ભારત: 2 નવેમ્બરે 16:45ના બદલે 18:55 કલાકે ઉપડશે.
હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ: 2 નવેમ્બરે 20:05ના બદલે 21:25 કલાકે ઉપડશે.
હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ: 30 ઓક્ટોબરે નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડી ઉપડશે.
જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ: 30 ઓક્ટોબરે 25 મિનિટ મોડી ઉપડશે.
ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ: 24 ઓક્ટોબરે 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
માર્ગમાં મોડી દોડનારી ટ્રેનો
ઓખા–સાબરમતી વંદે ભારત: 24, 25, 26, 28, 29 અને 31 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બરે માર્ગમાં 45 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–જામનગર એક્સપ્રેસ (12478): 25 ઓક્ટોબરે 1 કલાક 40 મિનિટ અને 1 નવેમ્બરે 4 કલાક 10 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–હાપા એક્સપ્રેસ (12476): 26 ઓક્ટોબરે 1 કલાક 30 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ (15636): 26 ઓક્ટોબરે 55 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ (20967): 28 ઓક્ટોબરે 2 કલાક 40 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનોના સમય અને સંચાલન અંગેની નવીનતમ માહિતી તપાસી લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ભારતીય રેલવેની પૂછપરછ વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે.
નોંધ: મુસાફરી કરતાં પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા પૂછપરછ સેવા પરથી સંબંધિત ટ્રેનની તારીખ અને સમયની પુષ્ટિ કરવી.










