ગુજરાતના 206 મુખ્ય ડેમોમાં 66% જળસંગ્રહ : રવિ સિઝન માટે 76 ડેમોમાંથી સિંચાઈનું પાણી અપાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યમાં ચાલુ વર્ષે મુખ્ય 206 ડેમોમાં સરેરાશ 66 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આગામી રવિ સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપીને 30 જૂન, 2027 સુધી પીવાનું પાણી અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ આયોજન અંતર્ગત ઉત્તર ગુજરાતના ધરોઈ અને દાંતીવાડા સહિત 11 ડેમો, મધ્ય ગુજરાતના કરજણ અને પાનમ સહિત 12 ડેમો, દક્ષિણ ગુજરાતના ઉકાઈ, કાકરાપાર અને દમણગંગા સહિત 9 ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના શેત્રુંજી, બ્રાહ્મણી અને મચ્છુ સહિત 39 ડેમો તેમજ કચ્છ વિસ્તારના 5 ડેમોમાંથી પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું આયોજન છે. ડેમોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે ખેડૂતોને એકથી ચાર પિયત સુધી પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના આ આયોજનથી રવિ સિઝન દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળવાની આશા છે. જોકે, પીવાના પાણીનો જથ્થો જળવાઈ રહે તે માટે પાણીના આયોજનમાં પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai