આજે રાજ્યના 3 જિલ્લામાં રેડ અને 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘતાંડવ યથાવત; IMDએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ

અમદાવાદ: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદ બાદ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે પણ રાજ્યના અનેક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત છે.

26 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે.

27 જુલાઈએ સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

28 જુલાઈએ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ રહેશે. ત્યારબાદ 29 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની અને મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ નદી-નાળા અને જળાશયો નજીકના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment

और पढ़ें

Buzz4 Ai