ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 45.84 ટકા: નર્મદા ડેમ 68.33 ટકા ભરાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા વરસાદ, રાજ્યના 10 જળાશયો સંપૂર્ણ ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે અને જળસંગ્રહની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

સરકારી આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં માત્ર 6.32 ટકા વરસાદ પડ્યો છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 22.15 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 35.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 38.68 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 206 જળાશયોમાં હાલ કુલ 43.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 68.33 ટકા ભરાઈ ગયો છે, જ્યારે રાજ્યના 10 જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે.

જળાશયોની સ્થિતિ મુજબ 24 જળાશયો 70થી 100 ટકા, 22 જળાશયો 50થી 70 ટકા, 50 જળાશયો 25થી 50 ટકા અને 100 જળાશયો 25 ટકા સુધી ભરાયેલા છે.

વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને રાજ્યના 15 જળાશયો હાઈ એલર્ટ, 5 જળાશયો એલર્ટ અને 4 જળાશયો ચેતવણી હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment

और पढ़ें

Buzz4 Ai