અંજારમાં ગાંજાના ગેરકાયદે ધંધા પર પોલીસનો દરોડો: 270 ગ્રામ ગાંજા સાથે એક આરોપી ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વરસામેડી વિસ્તારમાં ગેરેજમાંથી ચાલતો હતો ગાંજાનું વેચાણ; NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

અંજાર: કચ્છના અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં પોલીસે ગાંજાના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં એક શખ્સને 270 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોતાના ગેરેજમાંથી ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment

और पढ़ें

Buzz4 Ai