રાજકોટના ગૈરીદળમાં બુકાનીધારી ત્રાટક્યા : વહેલી સવારે મકાનમાં ઘૂસી રૂ.2 લાખ રોકડ-દાગીનાની ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: મોરબી રોડ પર આવેલા ગૈરીદળ વિસ્તારમાં વહેલી સવારે બુકાનીધારી શખ્સોએ મકાનને નિશાન બનાવતાં ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે અંદાજે 4 વાગ્યાના અરસામાં ઘરમાં ઘૂસેલા તસ્કરો રૂ.2 લાખ જેટલી રોકડ રકમ સહિત દાગીના ચોરી ગયા હોવાનો આક્ષેપ છે.

મળતી માહિતી મુજબ, કાળીભાઈ નાનજીભાઈ જખાનીયાના મકાનમાં બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. તસ્કરોએ ઘરમાંથી અંદાજે રૂ.2 લાખ રોકડ અને એક તોલા કરતાં વધુ વજનની બુટ્ટી સહિતના દાગીના ચોરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન ઘરમાં પરિવારનો સભ્ય સૂતો હોવાનું ધ્યાને આવતાં તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. બુકાનીધારી તસ્કરોને ઝડપી પાડવા પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai