કાલથી પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્ય ખુલ્લું : સાસણમાં જીપ્સી અને પરમિટની તૈયારીઓને આખરી ઓપ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રહેલું ગીર અભ્યારણ્ય આવતીકાલે તા. 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકવામાં આવશે. ગીર સહિત રાજ્યના અન્ય અભ્યારણ્યો પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાતા હવે વન્યજીવો અને પ્રકૃતિની મુલાકાત લઈ શકાશે.

ગીર અભ્યારણ્ય ખુલ્લું મુકવાના પગલે સાસણ ગીરમાં આજથી જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાહન પરમિટ, જીપ્સી તેમજ પ્રવાસીઓ માટેની અન્ય વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે વહેલી સવારે ગીર અભ્યારણ્યને પ્રવાસીઓ માટે વિધિવત ખુલ્લું મુકવામાં આવશે.

સામાન્ય રીતે દર વર્ષે 16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતું હોય છે, પરંતુ આ વર્ષે એક સપ્તાહ અગાઉથી જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓ ઓનલાઇન તેમજ ઓફલાઇન પરમિટ મેળવી ઇકો ટુરિઝમ ઝોનના નિર્ધારિત રૂટ પર જીપ્સી દ્વારા જંગલમાં પ્રવેશ કરી શકશે.

સાસણ ગીરના નાયબ વન સંરક્ષકની યાદી મુજબ 9 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય ખુલ્લું રહેશે અને ઓનલાઇન પરમિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓ સત્તાવાર વેબસાઇટ મારફતે પરમિટ બુક કરાવી શકશે.

દરમિયાન હોટલ એસોસિએશનના આગેવાનો વિનોદભાઈ જીવાણી, હમીરભાઈ બારડ, બળવંતભાઈ ધામી અને રામકુભાઈ વિકમા સહિતની રજૂઆત બાદ સાસણમાં પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે. અહીં એક પીઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓની સુવિધા તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai