અમદાવાદ ગ્રામ્યમાં નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો : 24 કલાકમાં બે દરોડા, 450 બોટલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક કફ સીરપના ગેરકાયદેસર વેચાણ સામે નળ સરોવર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે માત્ર 24 કલાકમાં બે અલગ-અલગ દરોડા પાડી કુલ 450 બોટલ કોડેઈનયુક્ત કફ સીરપ ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક શખ્સને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્વિફ્ટ કારમાંથી 80 બોટલ સાથે બે ઝડપાયા

બાતમીના આધારે નળ સરોવર પોલીસે સાણંદ તાલુકાના ઉપરદળ ગામે દરોડો પાડ્યો હતો. અહીં શંકાસ્પદ સ્વિફ્ટ કારની તપાસ કરતાં 80 બોટલ નશાકારક કફ સીરપ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર હરશન કોળીપટેલ અને કમલેશ સોલંકીને ઝડપી લીધા હતા.

પોલીસે કફ સીરપ, કાર સહિત કુલ રૂ.5.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂછપરછમાં મુખ્ય સપ્લાયર સુધી પહોંચ્યા

બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન કફ સીરપના સપ્લાયર તરીકે સદ્દામ ખલીફાનું નામ સામે આવ્યું હતું. પોલીસે સદ્દામ ખલીફાને ઝડપી તેની પૂછપરછ કરતાં બાવળાના દેવડથલ ગામ નજીક ડાંગરના ખેતરમાં સંતાડેલા કફ સીરપના વધુ 370 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

આ રીતે બંને દરોડામાં પોલીસે કુલ રૂ.98,550ની કિંમતની 450 બોટલ કોડેઈનયુક્ત કફ સીરપ જપ્ત કરી છે.

વધુ એક શખ્સની શોધખોળ

પોલીસ તપાસ દરમિયાન આ ગેરકાયદેસર કફ સીરપના નેટવર્કમાં બાવળાના ‘અનીયા’ નામના શખ્સનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી અનીયાને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. સમગ્ર નેટવર્કમાં કફ સીરપનો જથ્થો ક્યાંથી આવતો હતો અને કોને પહોંચાડવામાં આવતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai