અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવાનને હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

માળિયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને એક યુવાનને ફોન કરી ગાળો આપી હથિયાર વડે ભડાકો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

ખીરઈ ગામે રહેતા સુલતાનભાઈ રહેમાનભાઈ સામતાણીએ નાસીર રણમલ સામતાણી સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સુલતાનભાઈ પંચવટી ગામના પાટિયા પાસે પાણીના ટાંકા નજીક હતા ત્યારે નાસીરે તેમને ફોન કર્યો હતો.

આશરે દોઢ મહિના અગાઉ ફરિયાદીએ આરોપીના પિતા દિલાવર સામતાણી સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો ખાર રાખીને નાસીરે ફોન પર ગાળો આપી હથિયાર વડે ભડાકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદના આધારે માળિયા મિયાણા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai