ભાવપુરા ગામના પાટિયા પાસે અકસ્માત, મૃતકોની ઓળખ માટે પોલીસની તપાસ શરૂ; હાઇવે પર ટ્રાફિક જામ
વડોદરા-હાલોલ ટોલ રોડ પર જરોદ નજીક ભાવપુરા ગામના પાટિયા પાસે રોડ પર ઊભેલી પીકઅપ વાનમાં એક્ટિવા ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલા અને પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.
અકસ્મતમાં મૃત્યુ પામેલાં બંનેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી.
અકસ્મતાને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.










