ભાવનગરમાં બોલિવૂડ સ્ટાર બોબી દેઓલનું ભવ્ય સ્વાગત, ચાહકોની ભારે ભીડ ઉમટી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ ત્રણ દિવસની મુલાકાતે ભાવનગર પહોંચ્યા છે. ભાવનગર એરપોર્ટ પર પહોંચતા જ તેમનું હાર પહેરાવી અને આરતી ઉતારીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિનેતાની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

એરપોર્ટ પરથી તેઓ હોટલ પોર્ટિકો પહોંચ્યા હતા, જ્યાં કુમકુમ તિલક, ઢોલ-નગારાં અને પુષ્પગુચ્છ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બોબી દેઓલ કેરેસિલ લિમિટેડ દ્વારા આયોજિત વિશેષ કોર્પોરેટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા ભાવનગર આવ્યા છે. તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ કંપનીના કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે ગોહિલવાડના સાંસ્કૃતિક વારસા અને સ્થાનિક આતિથ્યનો અનુભવ પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai