રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર સજ્જ: 205 NCC કેડેટ્સ શિસ્તબદ્ધ પરેડમાં ભાગ લેશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એકતાનગર ખાતે 31 ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક દેશના 17 ડિરેક્ટોરેટ્સમાંથી આવેલા 205 NCC કેડેટ્સ પરેડ દ્વારા ‘એક ભારત, એક ભાવના અને એકતા’નો સંદેશ આપશે.

પરેડની તૈયારીના ભાગરૂપે કેડેટ્સે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રથમ કવાયત કરી હતી. આ પરેડમાં 148 કેડેટ્સ માર્ચપાસ્ટમાં, 45 કેડેટ્સ બેન્ડમાં ભાગ લેશે, જ્યારે 12 કેડેટ્સને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી ઉજવણીમાં વિવિધ પ્રદેશો, ભાષાઓ અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો એક જ ગણવેશમાં તાલબદ્ધ કદમ સાથે ‘17 ડિરેક્ટોરેટ્સ, એક રાષ્ટ્ર, એક ભાવના’નો ગૌરવપૂર્ણ સંદેશ દેશભરમાં પહોંચાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai