નડાબેટમાં BSF માટે 53 હેક્ટર જમીન પર ફાયરિંગ રેન્જ જાહેર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બોરીયાબેટ ફિલ્ડ ફાયરિંગ રેન્જને 10 વર્ષ માટે મંજૂરી, જીવંત દારૂગોળા સાથે તાલીમ અને આર્ટિલરી પ્રેક્ટિસ કરાશે

ગુજરાતના સરહદી વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે BSFના જવાનોની સૈન્ય તાલીમ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે નડાબેટની સરકારી જમીનને ‘બોરીયાબેટ ફિલ્ડ ફાયરિંગ રેન્જ’ તરીકે આગામી 10 વર્ષ માટે સત્તાવાર જાહેર કરી છે. આ રેન્જમાં સીમા સુરક્ષા દળના જવાનો જીવંત દારૂગોળા સાથે ફાયરિંગ અને આર્ટિલરીની કવાયત કરી શકશે.

દેશની સરહદોની સુરક્ષામાં તૈનાત BSFના જવાનોની યુદ્ધક્ષમતા, શસ્ત્રો ચલાવવાની કુશળતા અને સૈન્ય સજ્જતા વધુ મજબૂત બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા ‘ફિલ્ડ ફાયરિંગ એન્ડ આર્ટિલરી પ્રેક્ટિસ એક્ટ, 1928’ હેઠળ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, સુઈગામ તાલુકાના નડાબેટ ગામના સર્વે/બ્લોક નંબર 12-બ હેઠળ આવેલી અંદાજે 53 હેક્ટર અને 88 ચોરસ મીટર જમીન પર BSFને ફાયરિંગ તથા આર્ટિલરી તાલીમ માટે મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તારમાં જવાનો નિયમિત તાલીમ મેળવી પોતાની કામગીરી માટે વધુ સજ્જ બની શકશે.

દરમિયાન, વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરિકોને ફાયરિંગ રેન્જ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તાલીમ અને ફાયરિંગ સંબંધિત પ્રવૃત્તિઓ દરમિયાન સુરક્ષા જળવાઈ રહે અને સ્થાનિક લોકો જરૂરી તકેદારી રાખે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai